૧૦૫ - ૨૨ ડિસેમ્બર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


   આજકાલ મને મારા સ્પર્શનો ભય લાગે છે. લાગે છે એ બહુ મુખર થઈ ગયો છે.

   સાંજે પાડોશીનો બાબો રુદ્રાક્ષ આવ્યો. હું હીંચકે બેઠી હતી. આવીને મારી પીઠ પર લટકીને કહે – ‘મીયાંબેન ઝીગોળ તરોને !’ (હજુ પણ એના અવાજનો સ્પર્શ મારા કાન પાસે, ગરદન પાસે છે.) એક પળ રોમાંચિત થઈ ઊઠી... પકડીને છાતી સરસો ચાંપી એને ચૂમવા ગઈ ત્યાં... અચાનક લાગ્યું, મારી અભિવ્યક્તિમાં કંઈક ભેળસેળ છે... ઓહ !


0 comments


Leave comment