18 - મૃત્યુનો જય / હરિશ્ચંદ્ર ભટ્ટ


ઉદધિ ઓ !
પૃથિવિને નવખંડ વીંટી વળી,
ક્ષિતિજ વીંધી ધસી આવતા,
ફીણ ભર્યા મુખથી વિચિ-જૂથના
તુરગના પગના પડઘા મહીં
વિજિગિષા ધસતી મહા કાલની.
ઉદધિ ઓ !
અહીં ઉભી સહકારની રાજિની
ખરતી મંજરી પાનખરે, અને
પુનરપિ ફૂટતી નવ કૂંપળો
જગતને જનને સહુને કહે :
‘જીવનનો જય, જીવનનો જય !’
ઉદધિ ઓ !
જીવનના નિધિને તટ સંમુખ
ઘૂઘવતો ગજવે જય; તું જય !
જીવનનો જય ?
ના,
જય મૃત્યુનો !


0 comments


Leave comment