15 - વીજ ચમકે ને મેહુલો વરસે / હરિશ્ચંદ્ર ભટ્ટ


વીજ ચમકે ને મેહુલો વરસે
રયની થતી રઢિયાળી.
માઝમરાતે આંબલા-ડાળે
ટહૌકે કોયલ કાળી.
સાગર ઉરની ઉર્મિ ઉછળી
ક્ષિતિજ માંહી સમાતી,
તેમ ચાંદરણી અંગે ઓઢી
રાધા સંગે ગિરધારી.
કોણે કોને ભૂરકી નાંખી,
સખિ, હું નર ને તું નારી,
અન્યોઅન્યને કામણ કીધાં,
એક વિના બીજું ખાલી !


0 comments


Leave comment