109 - ૨૫ ડિસેમ્બર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


    હું શા માટે જીવું છું ?

    આજે મારો જન્મદિવસ છે. પ્રણામ કરતી વખતે મમ્મી સાથે આંખ ન મેળવી શકી. ચુપચાપ મારી આળપંપાળ કરતી મમ્મીને જોઉં છું અને જાત સાથે ય આંખ મેળવી શકતી નથી. આમ કઈ રીતે ટકી શકાશે ? આટલી ઉદાસી, આટલો નકાર... સાંજે માથું ઓળતાં અરીસામાં ચહેરો દેખાઈ ગયો. ચહેરાને ચારે બાજુથી ઢાંકતા વાળ... યાદ આવી ગયું રવીન્દ્રનાથનું ચિત્ર ‘હેડ ઓફ અ વુમન....’


0 comments


Leave comment