59 - ધમાલમાં / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


એટલું તો ખાસ જેવું આવશે,
ઘર મહીં વનવાસ જેવું આવશે.

કોઈ પાછું રાહ જોઈ થાકશે,
કોઈ પાછું લાશ જેવું આવશે.

સો પુરાવા માંગશે હોવાપણું,
હું પણું આભાસ જેવું આવશે.

આગમાં ઓઝલ થશે રસ્તા-ગલી,
મોત સૂક્કા ઘાસ જેવું આવશે.


0 comments


Leave comment