60 - પાણી હોય છે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


કેટલી સુંદર ઉજાણી હોય છે,
આંખમાં તાજું જ પાણી હોય છે.

એક બાજુ ધ્રૂજતી ઠંડી હવા,
એક બાજુ રાતરાણી હોય છે.

આપણે તો એય લીલાલ્હેરથી,
ત્યાંય લાંબી સોડ તાણી હોય છે.

સ્વર્ગનીયે સાહ્યબીથી ના મળે,
એ મજા ખુદમાં જ માણી હોય છે.


0 comments


Leave comment