61 - ક્યાં છે ? / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


એને રોકી રાખે એવી પાળો ક્યાં છે ?
બે મોસમની વચ્ચે કોઈ ગાળો ક્યાં છે ?

એની અંદર હર્યા-ભર્યા છે ઝરણાં-જંગલ,
પર્વત કેવળ પથ્થરનો સરવાળો ક્યાં છે ?

પંખીને તો પડી જ ક્યાં બળતા જંગલની,
એનું તો બસ એજ રટણ કે માળો ક્યાં છે ?

ઝૂલવવી છે મારે તો આજેય તને પણ,
ક્યાં છે વડની ડાળ.. વખત નખરાળો ક્યાં છે ?


0 comments


Leave comment