62 - માંગે છે હવે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


ખાસમાં પણ ખાસ માંગે છે હવે,
માંહ્યલી હળવાશ માંગે છે હવે.

આ હરાયા ઢોર જેવી યાતના,
લોહી ઝરતું ઘાસ માંગે છે હવે.

એક તરણું આંખમાં ઉતર્યા પછી,
આગવો ઈતિહાસ માંગે છે હવે.

બેઉ અંગૂઠા કપાવ્યા બાદ એ,
હાથનો પણ ક્યાસ માંગે છે હવે.

આ ગઝલના ગામ જેવી જિંદગી,
શ્વાસમાં પણ પ્રાસ માંગે છે હવે.


0 comments


Leave comment