63 - જવાબદારીમાં / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


માલ ખડકાય જેમ લારીમાં,
એમ પટકાઉ છું પથારીમાં.

શું ખૂટ્યું ને શું ખૂટવાનું છે ?
એય ભૂલ્યો છું હાડમારીમાં.

આ ક્ષણે એમ ક્યાં વિચારું હું !
બારણે બેસવું કે બારીમાં ?

રાતને એ રીતે હું કાપું છું
જેમ પર્વત કપાય આરીમાં

સાવ નવરાશની પળોમાં પણ,
હું ફરું છું જવાબદારીમાં.

રોજ ઊઠી સવાર છાંટું છું
ફૂલ ઊગતા નથી જે ક્યારીમાં.


0 comments


Leave comment