57 - કાવ્ય – ૧૩ / હરિશ્ચંદ્ર ભટ્ટ


માર્યા બિચારી, ભયગ્રસ્ત માર્યા,
તું શું કરે? આત્મ-ધ્વનિ નિમંત્રે !
રક્ષે શી રીતે ગૃહ-સૌખ્ય તારૂં !
નાદે નહિ હાર સુણે તું તારી?

ને ગાત્રથી પ્રેમળ શી વિધે તું
રોકે જીતે વા ભગવન્ત નાદ.
ઝૂઝે શી રીતે, જીતશે શી રીતે
કરો ધ્રુજે ત્યાં તું? અજય્ય દેવ !
ને પ્રેમ તારો થડ જેમ વચ્ચે
પ્રવેશતા માર્ગ નહિ જ રોધે.

ડુબાડશે દેવ-ધ્વનિ શી રીતે
તારા મૃદુ-મંદ-સમીર-શબ્દે !
માર્યા બિચારી, ભયત્રસ્ત માર્યા,
નહિં જીતે તું ધ્વનિ જ્યાં નિમંત્રે !


0 comments


Leave comment