64 - પરવડી મને / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


ખારાશ આખ્ખા ગામની બાઝી પડી મને,
દરિયો થવાની ખેવના કેવી નડી મને.

વસ્ત્રો હતા નહીં ને હું ટીંગાઈ ના શક્યો,
ખીંટી કોઈ જ રીતથી ના પરવડી મને.

તાજી જ ધાર કાઢેલા ચપ્પુની અણી જેમ
માથા ફરેલ શહેરની સંધ્યા અડી મને.

કટ્ટરપણાની હદ સુધી જેણે હણ્યા ફૂલો,
શીખવે છે એજ પ્રેમની બારાખડી મને.

નારાજગીનો એટલો વિસ્તાર થઈ ગયો,
સાચી છબી ના ઉમ્રભર મારી જડી મને.


0 comments


Leave comment