14 - હૈયે છુપાઈ / હરિશ્ચંદ્ર ભટ્ટ


હૈયે છુપાઈ લટ કેશની કૈં વિખેરી
ન્યાળી તને નયનમાં નયનો પરોવી;
ને તેંય તે અવશ થૈ નિજ સૌ સમર્પી
એ અર્પણે પ્રણયની પરિતૃપ્તિ જોઈ !

એ ઉત્સવે શરીરના, મન-આત્મ-પ્રાણ
ત્યારે ભૂલ્યાં; અબુધ બેય બધુંય ભૂલ્યાં
કે બેયનાં નયન કેમ શકે ન માપી
ઊંડાં ઊંડાણ ઉરનાં ઉર-આરઝૂનાં.


0 comments


Leave comment