40 - સંભાવના / વસંત જોષી


કાદવિયા રસ્તે
પગલાં પડ્યાં હશે
ધૂંધળા શબ્દોમાં
અર્થ પ્રગટ્યા હશે
નગરની શેરીમાં
બે-ઘર વસ્યાં હશે
માંડ માંડ
પગલાં પડતાં અર્થ વસ્યા હશે
અથવા
અર્થ પડતા પગલા હશે
અથવા અર્થ પગલા પાડતા હશે
સુસવતા પવનમાં
લળી પડતા લીંમડામાં
પાકી લીંબોળીનાં ઝૂંડમાં
પવન ફસાઈ જાય તેમ
પગલાં પાડતા અર્થ
ધૂંધળા શબ્દોના કોચલામાં
આળસ મરડી બેઠા
વરસાદી રાતની ધૂંધળી દિશામાં
ઊભરાતી ગટરનાં પાણીમાં
નાહીને સુઘડ થયેલા
અર્થ પાડતા પગલાં
ફુવારામાં ભીંજાઈને
લીલીછમ્મ લોન પર ચાલતા
અટકી જાય પાટવી કુંવરનાં મહેલમાં
કુંવર સૂવર અને કૂતરું
જાગી ઊઠે તે પહેલાં
માંડ પડ્યા હશે
નગરની શેરીમાં
કાદવના રસ્તામાં
પગલાં પાડતા.

૯ ઓક્ટોબર ૧૯૮૫


0 comments


Leave comment