41 - વળાંક પર / વસંત જોષી
એક એવા વળાંક પર
ઊભા રહી
વિચારવું
આગળનું
પાછળનું
વિસ્ફારિત આંખે
પંખી પંપાળવું
ચાંગળું છાંટી
ધબકારા ગણવા
ખખડાટમાં ચોંકવું
ટેકરીની ટોચે
વાડની ઓથે
સૂર્યની લોલીપોપ ચગળવી
કડવા મીઠા
ઘૂંટ ઉતારવા
ગર્જતાં અંધારે
પવનની દિશામાં
આંગળા ફેરવવા
ફૂલનો ભડકો
ભીતર ઉતારવો
સ્થળ એ જ
આજે છે
વચ્ચે વળાંક
વળાંકના છેડે
ઊભા રહી
વિચારવું.
માર્ચ ૧૯૯૭
0 comments
Leave comment