44 - શરદી ૨ / વસંત જોષી
કડડડ... ક કરતાં બંધ કમાડ ખૂલ્યાં
ખુલ જ સીમ સીમ ગંધ હવાની ઊડી
ઊડતી ઊડતી
ફરતી ફરતી
પડળ ચોળ્યાં ને પોઢી
અચાનક
જાદુઈ ચિરાગ !
ફરમાવો હુકમ
પાંપણ પટપટી
આંખમાં ગંધ
કણાની જેમ ખટકી
કતાર તોડી ભાગ્યાં
પુસ્તકિયાં વાદળ
અલ્લાઉદ્દીન અવાક્ !
વિસ્તરવું કેટલું !
આંખ મીંચી
ગોફણે ઉછાળ્યાં
ગંધ ઊડે
સૂરજ રડે
રડે આખું આભ
ઝળૂંબતું લટકતું
સીમ સીમ ખૂલે
હવાની ગંધ
પોપચાંમાં બંધ
બંધ
કિચુડતાં દ્વાર.
૧૮ મે ૧૯૮૬
0 comments
Leave comment