40 - ઇન્દ્રને / હરિશ્ચંદ્ર ભટ્ટ


આપ આપ, તુજ મોહપાશ જે,
આશ પૃથ્વીની જગવી જાણે.
નરનારી ને માનવ સૌને,
વેરઝેર જ્યાં બળે આજે,
નવ ખંડમાં, ધરતીમાં ત્યાં,
એક પ્રયાસે, વજ્રપાશમાં,
બાંધે એવો, પ્રેમ-પાશ હું,
માગું તારો, ઇન્દ્ર, આપ તું.

આપ, આપ, તુજ આશા-વજ્રો,
ઉત્તર-દક્ષિણ, ધ્રુવ ઘુમતો,
પૂર્વ-પશ્ચિમે, પાય ટેકવી,
ખંડ ખંડ, ધરતીને ચાંપી,
ભેદી વજ્રે હૈયે હૈયાં,
આશા-શૂળો જગવું સૌમાં.
દુર્ગ અડગ, ને શૈલો ઊંચા,
આશાના વજ્રો જ ભેદતા,
આશાએ જય ધજા રોપતાં,
આશાનું એ વજ્ર માંગુ હું,
ઇન્દ્ર, આપ તું.


0 comments


Leave comment