45 - અસમંજસ / વસંત જોષી


ભુખાળવાં પ્રેત
રખડ્યાં કરે સંબંધની શેરીમાં
કેરીનો ગોટલો
વણે રેસા
લાગણીનાં શિલ્પ
હથેળીમાં મૂંગી તિરાડ
તીણાં ડૂસકાં
સવારે ઠીક
સાંજે શું ?
પ્રિન્ટેડ શબ્દો ચગળ્યા કરું
લાલ કિલ્લામાં
ગૂંગળાય શ્વાસ
કોરાકટ
હાંફ્યા કરે
સોણલાં સોનેરી
સ્પાઈડર શોધે
ઝાળામાં માખી
આખો રૂમ ગુમસૂમ
(ક્યાં હતો હું ?)

જુલાઈ ૧૯૮૭


0 comments


Leave comment