47 - ઊંહકાર / વસંત જોષી


ઊંડી ગુફાની બહાર
હવાની લહેરખી
બત્રીસનાં મૂળમાં
ધરબેલી જડતા
ચકચકિત થાય સવારે
વોશબેઝિનના અરીસામાં
સફેદ ફીણ વહેતાં પહેલાં
ચોંટી જાય
માખણ જેવું લીસ્સું
ગલોફામાં સહજ ભરાય
દાંતનાં પોલાણમાં
સોપારીનો કણ
ધસમસતો આવે અગનગોળો
બે હોઠ વચ્ચેથી થૂંકી નાખે રાતને
મૂછનાં જંગલમાં
સિપાહી પહેરો ભરે
રાત દિવસ
આડો
ઊભો
બેઠો
સૂતો
તૂટી જાય
હઠે ના જરાય
એક સામટું ફેંકાય
સફેદ
ઘટ્ટ
માખણ
કણ
અગનગોળો
ઊંકારે
       ઊંડેથી
       મોં ફાટે
       સ્થિર અરીસો
       સ્થિર કાયા
આટલું લાંબુ
શયન
ધ્યાન
ખેંચે દિનચર્યાનાં કામમાં.

નવેમ્બર ૧૯૮૮


0 comments


Leave comment