16 - અલકલટની શોભા / હરિશ્ચંદ્ર ભટ્ટ


અલકલટની શોભા તારી સુવર્ણમયી, સખિ !
કનક વરણી કાયાની આ દ્યુતિ મુંઝવે વળી,
હૃદય મહીં યે એવો વ્હેતો સદા રસ હેમનો –
કથિર ઉરની પ્યાલી મારી; પ્રિયે, ભર એ રસે.


0 comments


Leave comment