29 - સાગરતરંગ / હરિશ્ચંદ્ર ભટ્ટ


સાગર તરંગ,
ઉર-સાગર તરંગ,
રોમ રોમ ઉર્મિચ્છંદ [૨]
ગાન એ અનાદિ ને અભંગ.

સમુદ્ર તરંગ,
ઉર-સમુદ્ર તરંગ,
પવન મર્મરે તું જાગ [૨]

અર્ણવ તરંગ,
ઉર-અર્ણવ તરંગ,
વિયોગ ભાન આર્ત્તિને [૨]
ધુંવાધાર ક્રન્દને ડુબાડ.

જલધિ તરંગ,
ઉર-જલધિ તરંગ,
કાલનાં પ્રવાસી બેય [૨]
બિન્દુ હું; અગાધ તું અનંત.


0 comments


Leave comment