66 - નથી / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


ચાલ માન્યું એકલો પથ્થર નથી,
તોય તું કૈં એટલો સધ્ધર નથી.

લોક લૂંટી જાય છે મંદિર પણ,
અર્થ એનો એજ તું અંદર નથી.

આભમાં પણ આદમી પહોંચ્યો જ છે,
સાંભળ્યું છે ત્યાંય તારું ઘર નથી !

તોય શાને ઊઠતા વિખવાદ જ્યાં
તું જ એકે પક્ષમાં હાજર નથી ?

એ જ કારણથી તો હું ‘નારાજ’ છું
કેમ તારા કંઈ ખબર અંતર નથી ?


0 comments


Leave comment