27 - સપનું / હરિશ્ચંદ્ર ભટ્ટ


સપને મોતીડું પામે, તે હાથે હોય નહીં,
સપને આંબાની છાયા, તે શીળી હોય નહીં,
સપને કોયલડી ટહૌકી, તે જાગે જોય નહીં,
સપને સુખલડી ખાધી, તે ભાંગે ભૂખ નહીં,
સપને અમરત જે પીધાં, તે હૈયે હોય નહીં.

(કવિ :--> આ કાવ્યની ચોથી પંક્તિ ક્યાંક સાંભળી હોવાનું સ્મરણમાં છે.)


0 comments


Leave comment