25 - ઉરમથનનાં / હરિશ્ચંદ્ર ભટ્ટ


ઉરમથનનાં પ્હેલાં પીવાં ઝહેર, અને પછી
ઉરઉદધિનાં પિયૂષોની રહે નહિ આરઝૂ.
નહિ જ કદિયે પામે કોઈ વિના વિષ પિયૂષો,
અગર ગણતો પિયૂષો – તે હશે સ-લુણા જલ.


0 comments


Leave comment