32 - પ્લેટોનો આત્મા / હરિશ્ચંદ્ર ભટ્ટ


(ગ્રીક મુક્તક (એપ્રિગ્રામ)નો તરજુમો)

અરે ! કબર ઊપરે, ગરુડ આહીં ક્યાં તું ઊંચે
ઊડી વિયત–તારકા–પથ–સુભવ્ય ધામે જતો? –
ઊંચે ગગનમાં ઉંચે ‘મર હું આત્મા પ્લેટો તણો
જતો; શવ અહીં નીચે ગ્રીસ રહે ભલે સાચવી.

(ગ્રીક મુક્તકનાં અંગ્રેજી અનુવાદનો તરજૂમો)


0 comments


Leave comment