63 - અનુવાદ કર્તાની નોંધ / હરિશ્ચંદ્ર ભટ્ટવોઈચેહ બાંકનો પ્રથમ કાવ્ય સંગ્રહ Heavenly Burden ૧૯૩૪માં પ્રકટ થયો. વાંચકોનાં અભિપ્રાયો લઈને એ વરસનું સાહિત્યનું પારિતોષિક એ સંગ્રહને આપવામાં આવ્યું હતું. એ પછી Melodies of Solitude ૧૯૩૬માં અને Angelic Monologues ૧૯૩૮ માં પ્રકટ થયા. અનુવાદિત કાવ્યો છેલ્લા સંગ્રહમાંનાં છે. મુળમાં ‘પિટર’ ને બદલે અનુવાદની અનુકુળતા માટે ‘યાન્ન’ મૂક્યું છે. કવિએ આ અઢાર કાવ્યો લીઓ ટોલ્સટોયને અર્પણ કરેલા છે.


સ્લાવ ભાષાઓનું વ્યાકરણ સંસ્કૃતને મળતું છે, તેમાંયે પોલીષ ભાષામાં સંસ્કૃતમાં છે તે પ્રમાણે સાત વિભક્તિઓનાં રૂપ છે શબ્દ સમાસો છે, ક્રિયાપદનાં સરખા ધાતુઓ છે. અહીં એની વિસ્તૃત ચર્ચા કરવા જેટલો મારો અભ્યાસ ઉંડો નથી.0 comments


Leave comment