53 - કાવ્ય – ૯ / હરિશ્ચંદ્ર ભટ્ટ


ભોળી માર્યા માનતી : હું જીતી છું,
ગેહે શાન્તિ આજ વ્યાપી રહી છે,
શત્રુ મારા સૌખ્યનાં એ ધ્વનિઓ
ના આવે, ના લાવતા ત્રાસ-ભીતિ.

ઉદ્યાનોની ગંધ લીધી દિનોએ,
રાત્રી ધારે મેષશાવોની શાન્તિ,
વર્ષાનું નાં ઝાપટું, ત્રાટકો વા
અંધારાની ગૂઢ શાન્તિય ભેદે.

શાંતિ વ્યાપી, ઊગર્યો નાથ મારો;
પાછો ના’વે, ક્રૂર એ ત્રાસ, એની
ઘંટાનાદે, ક્રોધથી પૂંઠ લેતો.

ભોળી માર્યા માનતી : હું જીતી છું,
ગેહે શાંતિ આજ વ્યાપી રહી છે,
શત્રુ મારા સૌખ્યના એ ધ્વનિઓ
ક્યારે પાછા, ના જ આવે હવેથી.


0 comments


Leave comment