56 - કાવ્ય – ૧૨ / હરિશ્ચંદ્ર ભટ્ટ


જોઇશ તું, પ્રિય ! રૂંધાઇ રહ્યો છે આત્મા,
ફાંસો ગળે જીવનનો, સુખનો રૂંધે છે.
માર્યા પ્રિયે ! કર ક્ષમા તુજનો નથી હું,
બોલાવતો ધ્વનિ મને ભગવન્ત નો આ !

અગ્નિ સમું ઘર બધું દહતું મને આ,
હૈયું રૂંધાય, નહિ શ્વાસ લઇ શકું હું.
સ્વપ્ને અમંગળ લહી ઉર શું ડઘાયું,
દારુણ શાંતિ મહીં એ શબશું પડ્યું છે,
રૂંધે મને કફન શી અવ સૌખ્ય-શાંતિ;
કિન્તુ પ્રમાદ ગળતો, ઊઠતો હવે હું.

રે, સૌખ્યનું કફન આ કરતું અવાજ
જ્યારે પ્રહાર કરના કરૂં જોરથી હું.
ઉન્માદગ્રસ્ત પતિ જાય હવે ગૃહેથી.
ભગવન્તનો ધ્વનિ ગણે અવ એ स पन्धा.


0 comments


Leave comment