2 - સોનેરૂ / હરિશ્ચંદ્ર ભટ્ટ


સોનેરું ઓ !
પીળાં પ્રફુલ્લ ફૂલ, પ્રૌઢ વિશાલ કાય,
ને ઘેરી છાંય વપુની કિરીટિસખા શી !
તું પૌરુષે સભર પ્રેરક સારથી શો !
ગાત્રો ગળે જીવન – યુદ્ધ મહીંય જયારે
તું એક કૃષ્ણ સમ પ્રેરક વર્તમાન
સંમોહ, સંભ્રમ ભૂલું તુજ પ્રેરણાથી;
સોનેરુ ! તેં જય પરાજય કૃષ્ણ જેમ
મારા અનેક નિરખ્યા; તુંહિ છે પીતાંબર !

* Laburnum નું આસામી નામ ‘સોનેરુ’ કાકાસાહેબ કાલેલકરે આપ્યું છે. આ કાવ્યમાં આરાધના અભિપ્રેત નથી.


0 comments


Leave comment