17 - સફેદ ચંપાનાં ફૂલોને / હરિશ્ચંદ્ર ભટ્ટ


ગગનમાં રજની – તરુ ઊપરે
કુસુમશા નભતારક ખીલતા.
રજની-તારકને, દિવસે અહીં
ધવલચંપક પુષ્પ ! તમેય તે,
મધુ સુગંધની મંજરી નિર્ઝરી
હૃદયનાં અભિનંદન અર્પતા?!


0 comments


Leave comment