0 - નિવેદન – કેસૂડો અને સોનેરૂ તથા कोजाग्रि? / હરિશ્ચંદ્ર ભટ્ટગયે વર્ષે પ્રકટ થએલો સંયુક્ત કાવ્યસંગ્રહ – ‘સફરનું સખ્ય’ ભાઈ શ્રી. મુરલી ઠાકુરનાં આગ્રહ અને સૌજન્યને આભારી હતો. આ સંગ્રહ ‘ગ્રાફિક પ્રેસ’ના સંચાલક બંધુઓ શ્રી જગન્નાથ પૂજાલાલ ડોક્ટર તથા શ્રી જીતેન્દ્ર પૂજાલાલ ડોક્ટરની મમતાને લીધે પ્રકટ થઇ શકે છે.


આ સંગ્રહમાં અન્યત્ર છપાએલા પોલીષ કવિ વોઈચેહ બાંકનાં કાવ્યોના અનુવાદનો પ્રવેશક શ્રી નગીનદાસ પારેખે લખી આપ્યો છે. ‘ગુલે પોલાંડ’ વિષે ‘પ્રસ્થાન’માંના એમના લેખનો સોનેરી તાંતણો પકડીને મુંબઈમાં એઓ તબિયત સુધારવા આવેલા એ વખતે આ કામ એમની પાસેથી લીધું છે. પ્રવેશક લખી આપવા માટે એમનો આભારી છું.


હાથપ્રત તૈયાર કરવામાં સ્નેહીઓએ ઉપકારક મદદ કરી છે. અનુવાદ સુવાચ્ય કરવામાં અને પ્રૂફો સુધારવામાં શ્રી રમણલાલ સોનીની મદદ ન હોત તો ઘણી અશુદ્ધિઓ રહી જાત.


૨૪ મી ડિસેમ્બર ૧૯૪૧
મુંબઈ
હરિશ્ચંદ્ર ભ.ભટ્ટ0 comments


Leave comment