1.4 - પૂર – ૪ / રાજેન્દ્ર પટેલ


અનેક યુગો પહેલાં
મનુષ્ય માત્રનો કપાઈ ગયો’તો
હાથનો અંગૂઠો
અને હવે અડતો નથી પગનો અંગૂઠો જળને.

એટલે જ
જળમાં જ હોવા છતાં, જળ
રણનો અનુભવ કરતુ હશે ?

એકવાર જમનામાં આવેલું એ પૂર
હજુયે જાણે ઓસર્યું નથી કે શું ?
હજુ કાલીનાગની નાગચૂડ છૂટી નથી કે શું ?

જળમધ્યે હજુયે છે શું આણ કાલીનાગની ?
આટઆટલા યુગ પછી ઓસર્યું નથી પૂર.


0 comments


Leave comment