24 - યમ / હરિશ્ચંદ્ર ભટ્ટ


કુદવતો લઇ શ્વાન પધારતો,
જનની-થાન-ભર્યા-મુખ છોડવી,
શિશુ અનેક તું ભોળવી લૈ જતો.

યમ, તું સુંદર કામ્ય છુપાવતો
સ્વરૂપ જીવનના પટ-અંતરે ?
અમરતાનું શું અમૃત ચાખવા
કંઇ યુવાન અને યુવતી ય તે
જીવનની ચિર-જીવન ઝંખના
વળગતાં લઈને તુજને, યમ ?

જીવનને વળગી નહિ છોડતા,
દશન તોડી, વિરૂપ સહુ કરી,
યમ, તું ક્રૂર થઈ ઘસડી જતો.

મુકુટ જીવનનો ધરતો, અને,
જીવનનો શિરમોર થતો યમ.


0 comments


Leave comment