1 - હું તો નાચી’તી... / અનિલ વાળા
હું તો નાચી’તી માધવને સંગ...
મારાં રૂદિયાને લાગ્યો રે પીંછાનો રંગ....
હું તો નાચી’તી માધવને સંગ...
મનનાં મલકમાં બોલ્યા’તા મોર
એને ઝટ્ટ દઈ લીધાં વધાવી;
યશોદાનો જાયો તો કાયમથી ચોર
મેં તો છાતીમાં વાંસળી છુપાવી !
એણે કાંકરી જર્રાક્ મુંને મારી
ને મારાંમાં એકદમ અણધાર્યા ઊઠ્યાં તરંગ !
સપનાંને કેમ કરી સાચવવું, બાઈ ?
હવે સપનાંને લાગ્યો છે ભેદ;
કારણમાં કાંઈ નહીં બીજું કે –
એને પણ પિતામ્બર અડક્યું’તું સહેજ !
ધીમું મલક્યા તો સખી ઊમટ્યો ઊમંગ
જાણે અંગ અંગ ફૂત્કારે સો સો ભુજંગ.....
0 comments
Leave comment