5 - છાંટો પઈડોને છોલઈ ગૈ... / અનિલ વાળા
છાંટો પઈડોને છોલઈ ગૈ...
રે, મુંઈ ! હું તો છાંટો પઈડોને છોલઈ ગૈ...
વાલમ વરણાગી મુંને મલમ લગાડવાને
આંગળિયું ફેરવે છે એવી !
આંખ્યુંમાં આંખ્યું પરોવીને હળવેથી
ક્હેતો : “તું માખણનાં જેવી !”
મારાંમાં પાંચ-સાત સૂરોની હેલીઓ પહેલીવહેલી જ જાણે થૈ....
પાતો બાંધું તો કહે : “છોલાયેલું વકરે...
ખુલ્લું છોડી દે તારું અંગ...”
હૈયડું તપાસી કહે : “આટલુંક કરજે તું –
કમખો બાંધીશ નહીં તંગ !”
કાગળની જેવું હું ફફડી પડી ને પછી રાતે ઉજાગરે વ્હૈ....
1 comments
Gunjan
Nov 30, -0001 12:00:00 AM
1 Like
Leave comment