8 - ઝાડ ગયું ને જગ્યા થઈ... / અનિલ વાળા
સૈં ઊછીના સપનાંઓની ઉઘરાણી તો બાકી રહી,
ઝાડ ગયું ને જગ્યા થઈ...
સાવ દૂબળાં ફૂલનો ગોટો આંગળીએ પકડાવ્યો,
મુંઈ ! વિંછુડો એમ મને તો ટચલીએ ટચાકાવ્યો !
ચાર શ્રીફળી કથા વાંચતાં હું જાણે ઘરમૂળથી ગઈ...
ઝાડ ગયું ને જગ્યા થઈ...
સોપારીનાં કટ્ટકે જાણે સૂડી વેતરી નાખી,
આષાઢી વરસાદે આવી રસબસ મુજને ચાખી....
પરપોટામાં કેદ હતું આકાશ... છૂટ્યું રે, બઈ....
ઝાડ ગયું ને જગ્યા થઈ....
0 comments
Leave comment