11 - હરિ ! તમે... / અનિલ વાળા


હરિ ! તમે સંભરો તો સારું...
નહિતર અમને તો લાગે અણોસરું !

હરિ, તમે હેતનાં હિલોળાં
અમે જળમાં પડેલી જાણે ગૂંચ;
આંખ્યુંની કોમળતા જાણીએ ને
તોય અમે દરિયાને કહીએ કે “ખૂંચ !”

હરિ, અમે “હાશ” કરી બેસીએ તો
નીકળે છે કોણ દેહ સોંસરું.... ?

હરિ, તમે અમને જાણો છો છતાં
અમને કાં જાણવા ન દેતાં ?
અમે પલળેલાં પથ્થર શાં કોરાં-ધાકોર
તમે અમારામાં આરપાર વ્હેતાં...

રગશિયું ગાડું છે શ્વાસોનું
પાછું છે તૂટી ગયેલ એનું ધોંસરું...


0 comments


Leave comment