12 - રૂ પર ફેંકે દીવાસળી... / અનિલ વાળા
રૂ પર ફેંકે દીવાસળી એમ મને સળંગતાં ફેંકે જી,
આ કોણ આંગળીમાં આવીને અત્તર જેવું મ્હેકે જી...
મને પછાડ્યો ઘણની માફક, રણની જેમ દઝાડ્યો જી,
ખુદ અગનિની જ્વાળાને આ કોણે દવ લગાડ્યો જી ?
આ કોણ લખીને નામ રે મારું હથેળીએથી છેકે જી...
આ કોણ હિંચકા ખાય પાંપણે ? કોણ પ્રેમમાં પાડે જી ?
આ કોણ ભીતરમાં આવી જઈને ઘર શોધે છે ભાડે જી ?
આ કોનાં કમખે મોર-ભરત જે અડધી રાતે ગ્હેકે જી ?
0 comments
Leave comment