13 - દીકરી તો તુલસીનો ક્યારો.../ અનિલ વાળા
કોણે કીધું સાપનો ભારો ? દીકરી તો તુલસીનો ક્યારો....
જે ઘર ના હો દીકરી એ ઘર કાજળથી પણ કાળું,
દીકરી આવ્યાથી પથરાતું આંગણમાં અજવાળું !
દીકરી વિણ સંસાર જાણવો સમદર ખારો ખારો...
જેમ કેળવો એવી થાશે, જેવું ગાશો એવું ગાશે;
સાવ એકલી વેલ કદી શું અડી શકે અંકાશે ?
દીકરી તો છે, મનવા ! ઊજળા ભાગ્ય તણો વરતારો....
દીકરી મારી લાડકડી ને મારું મંગલ ગાણું;
લીધાં કરતુ મન પણ તેથી દીકરીનું ઉપરાણું...
દીકરીને મારાં શમણાંની ચૂંદડી લઈ શણગારો....
0 comments
Leave comment