14 - બાર હાથનું ચીભડું... / અનિલ વાળા


બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી,
તને જો લાગી હોય તરસ તો દરિયો આખ્ખો પી !

લુખ્ખેલુખ્ખી આંગળીઓનાં વેઢે દિવસો ગણવાનું તું બંધ કરી દે,
આંખોના ખૂણામાં જઈને છાનું છાનું બળવાનું તું બંધ કરી દે.

‘રા ફરે એ પહેલાં ‘રાનો ફરી જવાનો દિ’ !

તારી ગણતર કુંવારી લાગણીઓ માટે અમથું કોઈ હસે પણ ક્યાંથી ?
કૂકડો પૂંઠ ઘસે ગઢ સાથે એનાથી ગઢ જેવો ગઢ ખસે પણ ક્યાંથી ?

બધાં નથી કરવાનાં તારી જેમ સદાયે “હા...જી” !


0 comments


Leave comment