9 - અજ્ઞાત દંપતીનું ચિત્ર જોઇને / હરિશ્ચંદ્ર ભટ્ટ


મળ્યાં બંને જ્યારે,
યુવાનીની મસ્તી
તમારી જોડીને નવજીવનનાદે નચવતી.

જગજંજાળે શું
હવે કંટાળીને
ગયા એકાન્તે કો’ વિજય ભૂમિના પત્થર પરે ?

અને સાંધ્યચ્છાયા,
ઢળે છે જ્યાં આજે,
અધૂરા આશ્લેષ ક્ષણભર ભૂલો સૌ વિતકને ?


0 comments


Leave comment