52.1 - આદિલ'થી 'બેદિલ' સુધી / ડૉ. ચિનુ મોદી 'ઇર્શાદ'


     છેલ્લાં પાંચ સાત વર્ષ દરમિયાન અમદાવાદમાં ત્રણેક નવી કલમો ગજું કાઢી રહી છે, એમાંએક તે અશોક ચાવડા છે. અંકિત ત્રિવેદી અને હરદ્વાર ગોસ્વામી સાથે અશોક ચાવડાની નવીનવી રચનાઓમાંથી ઘણા શનિવારે પસાર થવાનું આવ્યું છે. હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરની પ્રતિ શનિવાર મળતી આ કવિતાસભામાં અશોક ઘણુંખરું હોય અને પોતાની નવી રચનાઓ વાંચે. આ રચનાના સાહિત્યિક પ્રકાર ઘણુંખરું બે જ હોય - ગઝલ અથવા ગીત.

    મને 'બેદિલ'ના તખલ્લુસથી લખતા અશોકની કવિતાશક્તિ સતત આકર્ષતી રહી છે. ગઝલ એનું સબળ બનતું જતું માધ્યમ છે. એની ગઝલો પુરાકલ્પનથી શરૂ કરી તળપદાં કલ્પનો સુધી વિસ્તરે છે અને નવી ગુજરાતી કવિતા સાથે, પોતાની ગઝલને એ જોડેલી રાખે છે.

    શ્રી ધીરેન્દ્ર મહેતાએ ૨૦૦૦ની સાલના કવિતાચયનમાં એક વાત અશોક અંગે નોંધી છે. એ કહે છે : 'અછાંદસના પ્રભાવ હેઠળ ગઝલમાં પુરાકલ્પનનો પ્રયોગ થવા લાગ્યો છે' અને આમ કહીને એ અશોકનો શે'ર ટાંકે છે. જોકે ધીરેન્દ્રને અહીં પુરાકલ્પનના નિર્વાહ્યપણા વિશે પ્રશ્ન જરૂર થયો છે. આ ચયનમાં મને પસંદ પડેલ શે'રછે.
તૂટી જશે ક્યારેક તો એ વાત વાતમાં,
બહુ સાચવીને શું કરો, આખર સંબંધ છે.
     તળાવમાં પગલાં પાડવા અને એનાં પગેરું શોધી શકાયએવાં પગલાં પડે એ અપેક્ષા.
૧૫, ઑગસ્ટ૨૦૦૩ (પગલાં તળાવમાં, પ્રથમ આવૃત્તિનો આવકાર, 2003)
* * *


0 comments


Leave comment