5 - થઈ / અશોક ચાવડા 'બેદિલ'
પાછી સજીવન એકદમ ઘરની જણસ થઈ;
તું હાથ લાગી કંકુથાપો ને કળશ થઈ.
રસ્તો અજાણ્યો મેં જરા લીધો પ્રવાસમાં,
ચાલ્યો પછીથી સાથ પડછાયોય વશ થઈ.
દીવો લઈને હાથમાં શોધો નહીં મને,
વાતાવરણમાં હું વસેલો છું તમસ થઈ.
કેવી રીતે ભૂલી શકે કોઈ અતીતને?
જે લોહીમાં વ્હેતો રહ્યો હો એકરસ થઈ.
'બેદિલ' હવે એનું મિલન છે આખરી મિલન,
આવી રહી છે એ મને મળવા વિવશ થઈ.
0 comments
Leave comment