26 - સંદેશો / હરિશ્ચંદ્ર ભટ્ટ


સમીરણ રે,
આજ સાગરને
એટલું કહેજે –
કે દિન રાતે રે,
એના ગાનની ભેરી બજાવી
હૈયાના આ તાર જગાવી,
ભલે એનું ગાન વિલાયે.

મ્હેરામણ રે,
આજે પવનને
એટલું કહેજે –
કે સાંજને સમે રે,

ગાંડો-તુર થઈને આવી,
મારા પ્રાણમાં ચેતન લાવી,
જવું હોય, ભલે જાય ચાલી.


0 comments


Leave comment