51 - કાવ્ય – ૭ / હરિશ્ચંદ્ર ભટ્ટ


ઉદ્યાન-સૌરભ ઉરે ગૃહ આ પ્રફુલ્લ
એ શ્વેત હાથ થાકી, લોચન નીલિમાથી.
ઓ એ વસંત, ગૃહની મુજ એ વસંત !
પ્રેમાળ બે હૃદયની હતી શાંતિ કેવી !

શાં ખીલતાં કુસુમ પાનખરેય ત્યારે
નિર્જીવ તે સજીવ સૌ ગૃહમાં થતું ત્યાં;
તે ભૂમિ યે હરિત તૃણ સમી બની રહે,
ભીંતો અને છત થતી ક્ષિતિજો શી ભૂરી.

એ ગાલીચો નદી તટે તૃણ શો સુંવાળો !
ને પારણે તનયનાં હતી ગૂઢ શાંતિ;
પૂર્યા તહીં ફૂલ સમાં ધવલા તુષારે
એ બારી કાચ પર સુંદર સાથિયાઓ.

શ્વેત-સ્તના હૃદયરાજ્ઞી તણો હતો એ
ભગવન્તની વિભૂતિ શું ગજગ્રાહ એવો !


0 comments


Leave comment