22 - સતત એક પરાજય વાંછજે / હરિશ્ચંદ્ર ભટ્ટ


જીવનની અવ સર્જન-કામના
સફળ થાય; ઉમા શિવને જીતે !
પ્રણય પાર્વતીનો, રૂપમાંય તે,
અધિક સુંદર કોણ ઉમા થકી?
મનસિજે સહકાર દીધો વળી,
જગતને હજી જોવી વસંત એ.
શશીની સોળ કળા લઈને ખીલી
પ્રકૃતિ; કોકિલ મત્ત ટહૂકતો.

જગત અદભુત દૃશ્ય નિહાળતું :
પ્રણય-સુંદરનો જય એ જુએ.
પ્રણય વંધ્ય રહ્યો, રૂપ હારતું,
તપ કરી શિવ પામી ફરી ઉમા.

પ્રણય- સુંદરનો જાય વાંછજે,
સતત એમ જ એક પરાજયે.


0 comments


Leave comment