33 - ડબલ્યુ. બી. યીટ્સને / હરિશ્ચંદ્ર ભટ્ટ


અષાઢ વાદળ મહીં તરતો મયંક.
ઘેરો, ગંભીર, કરુણાર્દ્ર, અશાંત, દીન
ને કલાન્ત, ખિન્ન, તરલોર્મિ વહન્ત પ્રેમ.
એવાં જ નેન –
રાતાં ગુલાબ, ગત પ્રેમની આરઝૂ, ને
હૈયાની એ જ જગજૂની વ્યથાની વાત.
સૌંદર્ય-ભાન-ભરતી સઘળું કળ્યું તેં;

સ્વર્ધુનીતીર ગતયૌવન વૃદ્ધનીયે
તેં સાંભળી સ્વમુખની ઉપહાસ વાત :
“જે હોય સુંદર બધું જલશું તણાતું આઘે”

‘All that’s beautiful drifts away like waters’ – W.B.Yeats.


0 comments


Leave comment