3 - જાસૂદ / હરિશ્ચંદ્ર ભટ્ટ


સાચે મને ગમતી જાસૂદ વેલડી તું !
લીલું ધરી વસન, કો’ તરુની સમીપ
કેવી પ્રશાંત નયના નમણી ઉભી તું !
શાં શાંત તેજ તુજ પુષ્પ પ્રફુલ્લ ધારે
રાતાં છતાં મધુરવાં ઉર-ઓજભીનાં !

આકર્ષણો ગુલ તણાં નહિં, તો ય એથી
મંદસ્મિતા ! અધિક મોદ તું આપતી શેં?
તારી રગે લુભવતો રસ જે વહે, તે
સાચે જુદો, પ્રણય એમ વિભિન્ન વ્હેતો :

હૈયે હૈયે એની ઉષ્મા જુદી છે,
હૈયે હૈયે એની ઉર્મિ જુદી છે,
પ્રાણે પ્રાણે ભૂખ એની જુદી છે.


0 comments


Leave comment