17 - અવાજમાં / અશોક ચાવડા 'બેદિલ'


જ્યાં સૂર છેડું હું જ કણસું છું અવાજમાં;
ઘૂંટી રહ્યું છે કોણ મારું દર્દ સાઝમાં?

લાંબી ઉમરની જે દુઆ કરતો હતો સદા,
એ આદમી મરી ગયો કાલે નમાજમાં.

છે ઊડતા પતંગિયા જેવો જ આ સમય,
બાંધ્યા કરો ન આમ એને કાલ-આજમાં.

છૂટી ગયો છે જ્યારથી મેંદી ભરેલ હાથ,
રંગો નથી ભરી શક્યો હું કોઈ સાંજમાં.

'બેદિલ' ડૂબી જવાનો ભય બીજો કશો નથી,
હોવાપણાનો ભાર લાગે છે જહાજમાં.


0 comments


Leave comment