15 - મનનું ગીત... / અનિલ વાળા
મનમાં મન ન રહેતું કદી, મન રહેતું મનની બા’રું !
મનવા ! કેમ હું મનને વારુ ?
મન વિના વેપાર-વણજ સૌ, મન વિનાનું હટાણું,
મન મારીને મનને મનાવું, કેમ હું મનને જાણું ?
મન વિનાનાં માનવ ભાળી ક્યાંય ન લાગે સારું...
મનવા ! કેમ હું મનને વારુ ?
મનનાં આટાપાટા અઢળક, મનનાં મોતી મનોહર,
મન બેઠું છે મનનાં માળે, મનને ફૂટતાં માંઝર !
મન ચાખો તો લાગે ખાટું, કદી લાગતું ખારું...
મનવા ! કેમ હું મનને વારુ ?
0 comments
Leave comment