16 - મને ઓળખે ના.... / અનિલ વાળા


મને ઓળખે ન મારાં આ ઘરની દીવાલ...
તોય તને શાથી છે એનાં પર વ્હાલ ?

હું ઘરમાં ન હોઉં ત્યારે દીવાલો માંહ્યમાંહ્ય કરતી હશે જ કાનાફૂસી,
સમજાતું નથી મને મારાં આ મનમાં પણ શંકાની સોય કેમ ઘૂસી ?

તમાચો ચોડવાનું મન થઈ આવે છે પણ
     એને ક્યાં હોય છે રે ગાલ ?
મને ઓળખે ન મારાં આ ઘરની દીવાલ....

ઊંઘી જો જાઉં તો એવું લાગે છે કે પંપાળી લે છે આ ભીંતોનાં હાથ,
વેદોમાં ક્યાંય એનો લખ્યો ઉપાય છે કે આવો જો હોય કો’ સંગાથ !

તને આવતો ન હોય જો વિશ્વાસ,
     તો કર એક કામ, તું મારી સાથે ચાલ....
મને ઓળખે ન મારાં આ ઘરની દીવાલ....


0 comments


Leave comment